Thursday, 15 August 2024

Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

 Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ખેરગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી  શ્રીમતી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

આજનાં આ સ્વાતંત્ર્ય દિન ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચશ્રી ઝરણાબેન પટેલ ઉપસ્થિત રહી ધ્વજ ફરકાવી  સલામી આપી હતી.. તેમજ શાળા દ્વારા નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ તેમણે સમય ફાળવી  બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીગ્નેશભાઈ પટેલ શાળાનાં આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને  સાંસ્કૃતિક કાર્યકમ નિહાળી બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ ઉપરાંત વેપારી મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ  પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ,  (ભાવુ ધોડિયા ઉપનામથી જાણીતા યુવા સામાજિક કાર્યકર) ભાવેશભાઈ પટેલ અને  એસ.એમ.સી.નાં સભ્યશ્રી આશિકીબેન પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ  શાળાનાં બાળકોને રોકડ રકમ ઈનામ સ્વરૂપે આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 

આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી બાબુભાઈ પટેલ,(પૂર્વ ગ્રામ. પં. સભ્ય), શ્રી બાબુભાઈ પટેલ( વાસણવાળા), શ્રી રમણભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, બચુભાઈ પટેલ, એસ.એમ.સીના અધ્યક્ષ શ્રીમતી કૌશાબેન પટેલ, એસ.એમ.સીના શિક્ષણવિદ્દ શ્રી શંકરભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ (યુવા સામાજિક કાર્યકર ખેરગામ બંધાડ ફળિયા), ગ્રામજનો, વાલીઓ, એસ.એમ.સીનાં સભ્યો ઉપસ્થિત રહી શાળાની શોભા વધારી હતી આ તબકકે ઉપસ્થિત તમામનો  શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.





Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM)
ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક 
શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ
બહેજ ક્લસ્ટરની બંધાડ ફળિયા પ્રાથમિક શાળાનાં
 શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ 
પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં
 શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત





તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવર

Saturday, 10 August 2024

Khergam adivasi divas: ખેરગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં હજારોની જનમેદની ઊમટી

 Khergam adivasi divas: ખેરગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં હજારોની જનમેદની ઊમટી

વિશાળ રેલીનું મુસ્લિમ સમાજ, વોરા સમાજ અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું.

 ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત ભાજપ કોંગ્રેસ આપના આદિવાસી અગ્રણીઓએ પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીના વેશભૂષા આદિવાસી વાજિંત્ર તૂર બેન્ડ સાથે હજારોની જનમેદની સાથે રેલી નીકળી હતી. ખેરગામ મુસ્લિમ સમાજ વોહરા સમાજ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આદિવાસી અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે વર્ષ-૧૯૯૨માં ૯ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરી હતી. જે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. જે અંતર્ગત ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી, ધર્મજાત, આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસે સવારે અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીની વેશભૂષા, આદિવાસી વાજિંત્ર તૂર અને બેન્ડ સાથે હજારોની જનમેદની સાથે રેલી નીકળી હતી.

 રેલીમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામના મુસ્લિમ સમાજ, વોહરા સમાજ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આદિવાસી અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હજારોની સંખ્યામાં ઊમટેલી જનમેદની સાથે રેલી ખેરગામ રામજી મંદિરશ્રીજી હોટલ ઝંડા ચોક ગાંધી સર્કલ આંબેડકર સર્કલ થઈ બિરસા મુંડા સર્કલ પર સમાપન કરાયું હતું. સમગ્ર ખેરગામ પંથક જય જોહાર જય આદિવાસીના નારા સાથે ગુંજી ઊઠયું હતું. 

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

   ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો 

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો
- ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ ૪૧૫ હેકટરમાં છે. ૧૧.૫૦ લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્ય છે જે ખુબ સારી બાબત છે એમ ઉમેર્યું હતું. મંત્રીશ્રી આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ એ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છીએ એમ સમજ કેળવી હતી. તેમને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પેશ્નો અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થાય અને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે એમ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ વન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના કેળવી તેઓ સાથે જીવતા શીખવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સૌવર્ધન માટે સૌને જાગૃત બનવા આપીલ કરી હતી.
ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પાંચમી જુને " એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા નવસારી જીલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૨૦ લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ છે જે ખરેખર સરાહનિય છે. તેમણે આજે વિશ્વ સિંહ દિવસ છે એમ સૌને યાદ અપાવી પ્રકૃતિના ખોળામા રહેતા આદિવાસી બાંધવોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આપણે જળ જંગલ જમીનથી જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ ભાવના દેસાઇએ સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારીવાસીઓને વધુમં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જળવણી કરતી સંસ્થાઓને નાગરિકોણે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જળવણી માટેની પ્રતિજ્ઞા લઈ સૌ કોઈ કેમ્પસમાં વૃક્ષારોપણમાં જોડાયા હતા. અને મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડ ઉત્તર વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિશા રાજ સહિત મહાનુભાવો, પર્યાવરણ પ્રેમી નવસારીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો - રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.

 Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે  ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. 

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો પણ આદિવાસી ઢોલ નગારા સાથે ઝુમી ઉઠ્યાયા 


વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ...

Posted by Info Tapi GoG on Friday, August 9, 2024

Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

                  

Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

 સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે  ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું.

જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે.

HAPPY BIRTHDAY 'DHYEY PATEL' 

લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ

Wednesday, 7 August 2024

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. 

ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે. 

શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને એવોર્ડ મળતા   ડાંગ જિલ્લા શિક્ષણ તંત્રએ તેઓને અભિનંદન પાઠવ્યા હતાં. 


માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન...