Saturday, 28 September 2024

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

-----

'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી

------

'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

------

મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું

-----

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓના સશક્તિકરણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ સાધવાનો હતો. 


              આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રીએ આર્થિક સ્વાવલંબિતા માટે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સામેના  પડકારો અને તેને પહોંચી વળવાની તેમની ક્ષમતાઓ વિષે સમજ આપી કહ્યું કે,  વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ઘરની પરિસ્થિતિઓને આધિન લઘુ- નાના ઉદ્યોગ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવા ઈચ્છતી મહિલાઓને પ્રોત્સાહન આપવા સેંકડો કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. પરિવારને આર્થિક આધાર આપી શકે એ માટે શહેર કે ગામની જરૂરિયાતમંદ મહિલાઓને એકસમાન રોજગારીની તકો મળે એ દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. 


               વધુમાં મહિલાઓને આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સુરક્ષા તેમજ સ્વસ્થતા પ્રદાન કરવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા પેન્શન સહાય વિધવા સ્ત્રીઓના જીવનમાં ઓચિંતી આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા ઉપયોગી બને છે. લોન સહાય થકી મહિલા નાનો મોટો વ્યવસાય કરી શકે અને વિવિધ સરકારી મેળાઓના માધ્યમથી એ ઉત્પાદનના વેચાણની અને આર્થિક ઉપાર્જનની ઉજ્જવળ તકો મેળવે છે. સાથે જ તેમણે મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉલ્લેખ કરી દરેકને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. 

               મંત્રીશ્રીએ દરેક મહિલાઓને પારસ્પરિક મદદની ભાવના સાથે કામ કરવા અને આગળ વધવાની હિમાયત કરી મહિલાઓ સહિત દરેકને વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. જેથી મહિલાઓને વધુ સશકત અને સુરક્ષિત બનાવી ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગેકૂચ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાથે મળી સાકારિત કરી શકાય. 


                   આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવી સમાજનો વિકાસ સાધવા તેમજ  મહિલા સશક્તિકરણ- મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સુદ્રઢ, સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર મહિલાઓ પરિવારની સાથે સમાજમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે,જે મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ નીવડે છે. 

               તેમણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત NRLM(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજનાનો ઉલ્લેખ કરી વાર્ષિક એક લાખ કે તેનાથી વધુ ઉપાર્જન કરી 'લખપતિ દીદી' બનાવવાના સરકારના પ્રયાસોની વિગતો આપી ઉમેર્યું કે, સુરત જિલ્લામાં કુલ ૧૫ હજારથી વધુ લખપતિ દીદી છે. તેમજ ટૂંક સમયમાં આ આંકડો ૩૪ હજાર સુધી પહોંચે તેવો જિલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.


              ડીડીઓશ્રીએ ગામમાં, શેરી મહોલ્લાઓમાં વસતી મહિલાઓને આર્થિક સધ્ધરતા માટે સ્વસહાય જૂથ બનાવી રિવોલ્વિંગ ફંડનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. મલ્ટી ટાસ્કિંગમાં ઉત્કૃષ્ટ મહિલાઓને એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનવા અનુરોધ કરી ડીડીઓશ્રીએ દરેક મહિલાને દિકરા - દીકરીમાં ભેદભાવ વિના તેઓને સુશિક્ષિત બનાવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા હિમાયત કરી હતી. જેથી વિકસિત ભારતમાં શિક્ષિત મહિલાઓનો મહિલાઓનો ફાળો પણ મહત્તમ રહે.

         આ પ્રસંગે મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી રાધિકા ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમ સહિત અન્ય કર્મચારીઓ, સ્ત્રી ચેતનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શેલજા અંધારે, સ્થાનિક અધ્યક્ષ શ્રી ચેતનાબેન, સચિવ ડિમ્પલ સુરતી, મહિલા આર્થિક વિકાસ નિગમના કુમુદ યાજ્ઞિક, અન્ય સભ્યો ડૉ કીર્તિબેન સુરતી, નીપા શુક્લા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત 

પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે.

- પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે.

-વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે.

- અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે.

-પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે.

-કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે.

-ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો.

-પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.

- તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે.

-અતુલ લિમિટેડ પારનેરા ટેકરી પાસે આવેલી છે. આ હરિયાળો ઉદ્યોગ છે જે તમે ક્યારેય જોયો ન હોય!

સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે. તેનાથી તમને માનસિક શાંતિ મળે છે. તમે સવારે સુંદર પ્રકૃતિનો આનંદ માણી શકો છો.


સ્થાન:

પારનેરા વલસાડથી 7 કિમી દૂર આવેલું છે.


કેવી રીતે પહોંચવું:

બંને બાજુથી અતુલ અને પારનેરા ગામ પહોંચો.

તમે વલસાડથી બસ અથવા ઓટો દ્વારા પારનેરા ટેકરી પર પહોંચી શકો છો.


Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :


પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ :

એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ. 

વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.



વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શોધ જાપાનીસ વનસ્પતિશાસ્ર્ત્રી દ્વારા કરવામા આવી છે. જેઓ છોડના ઇકોલોજી, બીજ, અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે. તેઓ અધોગતિશીલ જમીન પર, કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમા સક્રિય છે. જે ટુકા સમય ગાળામા મૂળ પ્રજાતિના જંગલો બનાવવામા મદદ કરે છે. 

આ પદ્ધતિમા એક જ વિસ્તારમા શક્ય તેટલુ નજીક વૃક્ષોનુ (ફક્ત મૂળ પ્રજાતિઓ) વાવેતર કરવામા આવે છે. જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ, એકબીજાની વૃદ્ધિ અને સુર્યપ્રકાશને જમીન પર પહોચવામા પણ મદદ કરે છે. તથા નિંદણના વિકાસને પણ અટકાવે છે.



અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના મુજબ, ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેંજમા આવતા કરંજડા ગામ નજીક આર.એફ.કંમ્પાર્ટમેન્ટ નં.ર૭મા “વન કવચ” બનાવવામા આવ્યુ છે. આ “વન કવચ” કુલ એક હેક્ટર વિસ્તારમા ફેલાયેલુ છે. અહિં કુલ પ૮ જેટલી વૃક્ષોની જાતોના ૧૦ હજાર જેટલા રોપાઓનુ વાવેતર કરવામા આવ્યુ છે.

“વન કવચ”ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધની તકતીઓ પણ મુકવામા આવી છે. ટુંક સમયમા ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમા ફેરવી શકાય, અને નાના નાના વનો થકી, વનોની ગીચતામા વધારો કરી શકાય તે હેતુ થી “વન કવચ”નુ વાવેતર ખુબ જ સફળકારક છે. 



સુબીર તાલુકામા આવેલા શબીર ઘામ, પંપા સરોવર, ગીરમાળ ઘોઘ તેમજ ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા પર્યટકો માટે, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા “વન કવચ”નુ આ નવુ આકર્ષણ ઉમેરવામા આવ્યુ છે. આ 'વન કવચ'નો હેતુ લોકોમા વન પ્રત્યે જાગૃતિ વધારવાનો, અને વન પ્રત્યે લોકોમા અભિરૂચી કેળવવાનો છે.

આ “વન કવચ” થકી જૈવ વિવિધતામા વધારો થશે, અને પક્ષીઓ માટે પણ નવુ આશ્રય સ્થાન લભ્ય બનશે.


આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, ઉપ પ્રમુખ શ્રી રધુનાથ સાવળે, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, દહેર રાજવી શ્રી તપતરાવ પવાર સહિત જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, મુખ્ય વન સંરક્ષક સર્વશ્રી મનેશ્વર રાજા અને શશી કુમાર, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક સર્વશ્રી નિલેશ પંડ્યા, અને કેયુર પટેલ તેમજ જિલ્લાની વિવિધ રેંજના આર.એફ.ઓ., વન કર્મીઓ, સ્થાનિક વન મંડળીના પ્રમુખ/મંત્રીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Friday, 27 September 2024

ભુજ ખાતે ૧૪માં તબક્કાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

 ભુજ ખાતે ૧૪માં તબક્કાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૪૭૪૫૯ લાભાર્થીઓને

 રૂ. ૮૯ કરોડથી વધુની સહાયનું વિતરણ 

૦૦૦૦

ગરીબ કલ્યાણ મેળો ગરીબો અને વંચિતોના જીવનમાં ઉજાસ લાવશે 

- શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ

૦૦૦૦

ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે.

- શ્રી કેશુભાઇ પટેલ, ધારાસભ્ય-ભુજ

૦૦૦૦


ભુજ, શુક્રવાર 

 વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. જે શૃંખલામાં ભુજ ખાતે આયોજીત ૧૪માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

  કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર, આરોગ્ય, મકાન સહિતના અનેક હેતુ માટે સાધન-સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આજરોજ ભુજ ખાતેના મેળામાં ૧૦ તાલુકાના ૪૭૪૫૯ લાભાર્થીઓને ૧૧ વિભાગની રૂ.૮૯૭૯૧૭૪૦૩.૮ રકમની સહાય રાજય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે. વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ રાજય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃધ્ધ બન્યા છે, આવનારા વર્ષોમાં ગુજરાત રાજય વિકાસની નવી ઉંચાઇ આંબશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. 

 આ પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરીયાતમંદોને સરકાર વિવિધ યોજના હેઠળ સાધન-સહાય તથા રકમ આપીને પગભર બનાવી રહી છે. અત્યારસુધી યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા સાક્ષી છે કે, નાગરિકોને મળેલી સહાય થકી તેઓના સ્વવિકાસ સાથે રાજયની પ્રગતિમાં પણ લોકો સહભાગી બન્યા છે. મુખ્ય પ્રેરક બાબત એ છે કે, મેળાના માધ્યમથી મળતી સહાય સીધા જ લોકોના ખાતામાં કે સાધન-સહાય હાથોહાથ આપવામાં આવતી હોવાથી વચેટીયાઓની નાબૂદી થઇ છે. લાભાથીઓને તેનો સીધો હક્ક મળી રહ્યો હોવાથી ગરીબીને દુર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. 

આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજયકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નીહાળ્યું હતું. 

  કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન-સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

   ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે ૨૧ જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઇનો સંદેશો આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી. 

  સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઇ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું. 

 આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઇ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ  સહિતના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.







Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ

------------------

આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા 

 ------------------

ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો. 

તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. 

આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંસદીય  બાબતો પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ  શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળાનો જનસેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. રાજ્યના ગરીબો અને અંત્યોદય સ્વાભિમાનપૂર્વક જીવે એવી રાજ્ય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળો સાર્થક કરી રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યાં છે. આજે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ મળે છે જેના કારણે ગુજરાતની ગતિ-પ્રગતિમાં પણ વધારો થયો છે. સરકારની જનહિતલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ લાભાર્થીઓને આવરી લઈ ગરીબોના હક્કના નાણાં સીધા તેમના જ હાથમાં આવી રહ્યાં છે. વચેટિયાઓની નાબૂદી કરવા સાથે લાભાર્થીઓને તેમના હક્કનો લાભ સીધેસીધો તેમના બેંકખાતામાં જમા થઈ રહ્યો છે. 


મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અત્યાર સુધી યોજાયેલા કુલ ૧૩ ગરીબ કલ્યાણ મેળાઓમાં ૧ કરોડ ૬૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૩૬ હજાર ૮૦૦ કરોડના લાભો હાથો-હાથ મળી શક્યા છે અને આ યજ્ઞ થકી અવિરત સેવા હજુ ચાલુ જ રહેશે. તેમણે ઉજ્જવલા યોજના, જનધન યોજના, જનની વીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન ઔષધી કેન્દ્ર સહિતની યોજનાઓ દ્વારા લોકોને થયેલા લાભની વાત રજૂ કરી આ સરકાર ગરીબ, વંચિત, પીડિત અને શોષિતોની છે એમ જણાવી સરકારે શિક્ષણથી આરોગ્ય સુધી લોકોની લીધેલી દરકારની વાત વિસ્તૃત વર્ણવી હતી. રાજ્ય સરકારના પારદર્શી, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ નિર્ણયોના કારણે સામાન્ય વર્ગ પણ સુખી અને સંપન્ન થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે યોગ્ય નાગરિકોને મદદરૂપ થવાના આશયને પરિપૂર્ણ કરવા માટે યોજાઈ રહેલા આ ગરીબ કલ્યાણ મેળાથી રાજ્યના નાગરિકો આર્થિક ઉન્નતિ કરી શકશે તેમજ લાભાર્થીઓને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આપણા જિલ્લા અને રાજ્યને નવી દિશા મળી રહી છે, નવી શિક્ષણ નીતિથી આવનારી પેઢીનું જીવન ધોરણ બદલશે અને તેમજ દિવ્યાંગજનોને સક્ષમ કરવા માટેની કેટલીય યોજનાઓ લાગુ પાડવામાં આવી છે. 

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહ સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને લાભાર્થીઓને તાપી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણમેળામાં આવકાર્યા હતા.

અહી જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ ખાતે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.


આ ગરીબ કલ્યાણ મેળાના સ્થળે સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પ, મહેસૂલ તથા પુરવઠા શાખા, મહિલા અને બાળ વિકાસ શાખા, લીડ બેંક, શહેરી વિકાસ, વાસ્મો, બાગાયત અને આત્મા શાખા, સામાજિક વન વિભાગ, પશુપાલન અને ખેતીવાડી શાખા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ બાદ પ્રદર્શિત કરાયેલા વિવિધ વિભાગોના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 

 આ ગરીબકલ્યાણ મેળામાં ધારાસભ્ય સર્વેશ્રીઓ મોહનભાઈ કોંકણી, શ્રી ડો. જયરામભાઈ ગામિત, શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંગ વસાવા, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Thursday, 26 September 2024

Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ

 Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની  બેઠક યોજાઈ

સોશીયલ મિડીયા દ્વારા “સ્વચ્છતા હી સેવા “અભિયાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા અનુરોધ

*માહિતી બ્યુરો, તાપી તા.૨૬*   તાપી જિલ્લા કલેકટર સભાખંડ ખાતે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી વી.એન.શાહે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમગ્ર જાણકારી આપતા જણવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાને જનભાગીદારીથી વ્યાપક બનાવવાનો છે. ઈન્ફ્લ્યુએન્ઝર્સ તરીકે સોશિયલ મિડીયાના માધ્યમથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો


વધુમાં કલેક્ટરશ્રી વી.એન.શાહે “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે  જિલ્લામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ તા. ૨જી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં દરેક સ્થળોએ સફાઈ અભિયાનની ઝુંબેશમાં ભાગીદાર થવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે ડીઆરડીએ નિયામકશ્રી ખ્યાતિ પટેલ સૌ સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને તેમના સહયોગથી સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પોંહચાડવા માટે અને લોકો આ અભિયાનનું મહત્વ સમજે અને પોતાના ગામ સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદારી નોધાવે તે માટે પ્રયત્નો કરવા સૌને અપિલ કરી હતી.

     આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ,સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોર સહિત મોટી સંખ્યામાં સોસિયલ મિડિયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Wednesday, 25 September 2024

Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો

 Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો

Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો | Gujarat First

Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો | Gujarat First Jafrabadના મિતિયાળાના ફેમસ શિક્ષક રઘુ રમકડુંની બદલી થતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રાઘવ કટકીયા, જેઓ રઘુ રમકડું તરીકે પ્રસિદ્ધ છે, તેમની માદરે વતન માંડવડા બદલી થતાં વિદ્યાર્થીઓ ધૂર્સકે ધ્રુસકે રડી પડ્યા. #Jafrabad #RaghuRamakdu #Farewell #raghukatakiya #EmotionalGoodbye #BelovedTeacher #HeartfeltFarewell #InspiringEducator #StudentsLove #MemorableFarewell #SocialMediaBuzz #TeacherWithImpact #EducationWithFun #Gfcard #Gujaratfirst

Posted by Gujarat First on Monday, September 23, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:


ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. 

જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  

જેમાં ચિત્ર સ્પર્ધામાં  બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સિયા પટેલ પ્રથમ ક્રમાંક,  દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા (કાકડવેરી)ની વિદ્યાર્થિની યુતિકાકુમારી ગાંગોડા દ્વિતીય ક્રમાંક, ડેબરપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની હિનલબેન ગવળી તૃતીય ક્રમાંક, જ્યારે સંગીત વાદન સ્પર્ધામાં ખેરગામ કુમાર શાળાનો વિદ્યાર્થી મેઘ શરદકુમાર પટેલ પ્રથમ ક્રમાંક, ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પ્રણવ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ પટેલ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંક આવનાર તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે.

આ ખેરગામ ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો નહિં, પરંતુ વિદ્યાર્થીઓમા રહેલી વિશિષ્ટ કૌશલ્યની ઓળખ અને તેની પ્રતિભા વિકસાવવાનો હતો. બાળકને આગળ જવા માટે યોગ્ય પ્લેટફોમ પૂરુ પાડવા માટે આ કલા ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. કલાને માણવી અઘરી નથી. પણ કલાને જાણવી તેમની છણાવટ કરવી અઘરી છે.

આ કાર્યક્રમમા બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા ખેરગામ તાલુકાનાં  બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ અને સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીઓ, બી.આર.પી. મિત્રો, નિર્ણાયકશ્રીઓ, માર્ગદર્શક શિક્ષક મિત્રો, એસ.એસ.એ.સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.











માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન...