Wednesday, 16 October 2024

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક થઈ છે.  ગુજરાત રાજ્યના 33 જીલ્લાના પ્રમુખશ્રીઓમાં ગુજરાત રાજ્ય કાર્યાધ્યક્ષનો  હોદ્દો નવસારી જિલ્લાને ફાળવાયો છે.હોય સમગ્ર નવસારી જિલ્લા માટે ખુશી અને ગૌરવની બાબત છે.

નવસારી જિલ્લા ઘટક સંઘના તમામ હોદ્દેદારોએ દિલીપભાઇ પટેલને  અભિનંદન પાઠવ્યા. આ  સમાચાર સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા વાયુ વેગે  પ્રસરતા નવસારી જિલ્લાના શિક્ષકોએ પણ અભિનંદન પાઠવ્યા. દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન💐💐

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી

Tuesday, 15 October 2024

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

*માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા. 

#VikasSaptah

#23yearsofsuccess

Post courtesy: info Tapi gog 

KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

  KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા.


આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા. 

Tuesday, 8 October 2024

Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લીધી

નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવવા જિલ્લા તંત્રનો અનુરોધ

નવસારી,તા.૦૮: ગત તા.૭ થી આગામી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા સામુહિક "ભારત વિકાસ" પ્રતિજ્ઞા લઇ નવસારી જિલ્લામાં "વિકાસ સપ્તાહ"નો ભવ્ય પ્રારંભ કરાયો છે.

આ ઉપરાંત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થવા તથા પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.            

અત્રે નોંધનિય છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીના ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને ગત તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી ૧૫ ઓક્ટોબર સુધી વિવિધ જનભાગીદારીના કાર્યક્રમો નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાથ ધરાશે.

*ભારત વિકાસ પ્રતિજ્ઞા-*

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.

* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.

* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.

* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને  કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

૦૦૦૦

#TeamNavsari 

Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari

Monday, 7 October 2024

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

  Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી.

સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેની માનવજાત સાથેની જોડાણ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઝેરી અને બિન ઝેરી સર્પ દંશ બાબતે પ્રાથમિક સારવાર દરમ્યાન કઈ કઈ બાબતે કાળજી અને સાવધાની રાખવી તેની વિગતે માહિતી આપી હતી.

 તેમજ નિષ્ણાતોના પ્રવચનોમાં  પર્યાવરણ નિષ્ણાત અને ફોરેસ્ટ  ઓફિસરો દ્વારા કાર્યક્રમ અનુરૂપ પ્રવચનો કરવામાં આવ્યા હતા.  જેમાં શ્રી પ્રગ્નેશભાઈ રાઠોડ (એજયુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર )ડો. મહર્ષિ પંડયા (સિનીયર સાઈન્ટીસ ઓફિસર, ધરમપુર) ,શ્રી દક્ષયભાઈ આહીર ,Ex. Army (વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ નવસારી),શ્રીમતી પ્રતિભાબેન આઈ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, હનમતમાળ), શ્રીમતી હિનાબેન એસ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, પંગારબારી),શ્રી હિરેનકુમાર ડી. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, ધરમપુર) દ્વારા વૈશ્વિક કટોકટી અને વન્ય પ્રાણીઓના રહેઠાણનું બગાડ થવા અંગે માહિતી આપવામાં આવી. વન્યજીવન નિષ્ણાતો દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવી.

વન્યપ્રાણી સપ્તાહ દર વર્ષે વૈશ્વિક સ્તરે જાનવર અને તેઓનાં વસવાટના સ્થળોને સુરક્ષિત કરવા અને જાળવી રાખવાના પ્રયાસરૂપે  ઉજવવામાં આવે છે. આ સ્નેહપૂર્ણ જીવનશૈલી અને નૈતિક જવાબદારી તરફના આપણા કદમોને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તાલુકા કક્ષાએ  વિવિધ સંસ્થાઓમાં  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં નિબંધ સ્પર્ધામાં BRS કોલેજ ધરમપુરના વૈજલ આનંદભાઈ મોહનભાઇ પ્રથમ ક્રમાંક, ચૌહાણ હાર્દિકભાઈ  મુકેશભાઈ દ્વિતીય ક્રમાંક અને મહાકાળ નેહાલીબેન ઈશ્વરભાઈ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો જેઓને ડૉ. ધીરુભાઈ પટેલ ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

જ્યારે ચિત્ર સ્પર્ધા બે પ્રાથમિક શાળાઓમાં  યોજાઈ હતી જેમાં  પ્રથમ શાળા ધામણી પ્રાથમિક શાળામાં દેવળીયા અક્ષરાબેન યોગેશભાઇ પ્રથમ ક્રમાંક, ચૌધરી વૈશાલીબેન બિસ્તુભાઈ દ્વિતીય ક્રમાંક અને ચૌધરી દિવ્યાબેન બિસ્તુભાઇ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો તેઓને ડૉ. મહર્ષિ પંડ્યા ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


દ્વિતીય શાળા તરીકે  મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધામાં  પટેલ નીલકુમારી ઉક્કડભાઈ પ્રથમ ક્રમાંક, પટેલ ઐશ્વરી અનિલકુમાર દ્વિતીય ક્રમાંક અને પટેલ હીનાલીકુમારી અમૃતભાઈએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો જેઓને RFO શ્રી એચ. ડી .પટેલ સાહેબશ્રી ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વલસાડ અને ધરમપુરનાં પત્રકારશ્રીઓમાં ભરતભાઈ પાટીલ, રફિકભાઈ, મુકેશભાઈ,  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઔધાગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તેમજ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ મનિષભાઇ,પ્રવીણભાઈ,કનુભાઈ TCPL કોર્ડિંનેટેર  સુજલભાઈ સહિત તમામ સ્ટાફ મિત્રો, તાલીમાર્થીઓ, BRS કોલેજના વિદ્યાર્થીઓ, બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં

 પ્રાણી સપ્તાહની ઉજવણી સફળ રહી. વિધાર્થીઓ અને સમાજના સભ્યોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમથી લોકોને વન્ય પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી અને તેમની સુરક્ષાના મહત્વ વિશે વધુ જ્ઞાન મળ્યું હતું.

પર્યાવરણ મંત્રીએ પોતાના સંદેશામાં કહ્યું છે કે, "વન્યપ્રાણીઓ આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ ભાગ છે. તેમની સન્માન સાથે રક્ષા કરવી અને તેમનાં આસ્તિત્વને જાળવી રાખવી આપણા સર્વનો મુખ્ય ધ્યેય છે. ચાલો, આપણે મળીને આ અભિયાનને વધુ મજબૂત બનાવીએ."

Wednesday, 2 October 2024

સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.









માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન...